દિયોદર તાલુકાના 22 ગામ હિંદવાણી ભીલ સમાજ દ્વારા રામાપીર વિહત માતા સેધોઈ માંનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા ના છાપરા ધનકવાડા ગામે 22 ગામ હિંદવાણી ભીલ સમાજના ગૃરુગાદી નું સ્થાન ધરાવે છે. જેમાં છાપરા રામદેવપીર મહારાજ ના મંદિર ના મહંત શ્રી પ્યાશીનાથ ગુરુ છાયાનાથ મંદિરમાં વર્ષોથી સેવા આપે છે. જેમાં છાપરા ગામે વર્ષો જૂનું રામદેવપીરનું સ્થાનક આવેલું છે. જેમાં 22 ગામ હિંદવાણી ભીલ સમાજ નું ગુરુ ગાદી ગણાય છે જ્યાં 22 ગામ હિંદવાણી ભીલ સમાજ માં આગવું સ્થાન ધરાવે છે અને વર્ષો થી ગાદીપતિ મહંત પ્યાશીનાથ છાયાનાથ હંમેશા સક્રિય રહ્યા છે જેમાં 22 ગામ હિંદવાણી માજીરાણા પરિવાર દ્વારા ત્રિ દિવસીય રામદેવ પીર અને વિહત માતા સેધોઇ માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા, નવ નિર્મિત મંદિર માં શાસ્ત્રોક્ત વિવિધ અને મંત્રોચ્ચાર દ્વારા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે છાપરા ધનકવાડા ગામે ભવ્ય શોભાયાત્રા નું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા
જો કે આજે બીજા દિવસે પણ દિયોદર ના વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં 22 ગામ હિંદવાણી ભીલ સમાજ દ્વારા આવેલ મહેમાનો નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત 22 ગામના હિંદવાણી ભીલ સમાજ ના લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

Comments (0)
Add Comment