ગરીબ બાળકો સાથે જન્મ દિવસની અનોખી ઉજવણી કરતા રાષ્ટ્રશકિત એકતા મંચના પ્રદેશ મહામંત્રી

સેવાકીય પ્રવૃતિઓ હરહંમેશ ખડેપગે રહેનાર રાષ્ટ્ર શકિત એકતા મંચના પ્રદેશ મહિલા મહામંત્રી સુનિતાબેન પઢિયાર એ પોતાના જન્મ દિવસની ઉજવણી ગરીબ બાળકો સાથે ઉજવી યાદગાર બનાવ્યો હતો ત્યારે થરાદ ના ભુરીયા ગામે અગિયાર મુખી હનુમાનજીના મંદિરે બાળકોને પુસ્તક,પેન,બોટલ આપવામાં આવ્યા હતા તેમજ કુંડા દાં આપ્યા હતા આ પ્રસંગે સંત શ્રી બાળકાદાસ બાપુ ,સંત શ્રી ઘેવરદાસ બાપુ, રાષ્ટ્ર શકિત એકતા મંચના બનાસકાંઠા મહિલા પ્રમુખ મીનાક્ષીબેન ગૌસ્વામી, પ્રદેશ મહામંત્રી સુનિતાબેન પઢિયાર, સુહાની પઢિયાર, રોહિત ભાટિયા, પિયુષ પરમાર, શારદાબેન ભાટી, નરેશભાઈ ગૌસ્વામી, તરવૈયા સુલતાન મિર, ફાયર વિભાગના અરવિંદભાઈ ઘુમડા ,અરવિંદભાઈ પુરોહિત, ભુરીયાના રામજીભાઈ ચૌધરી અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા

Comments (0)
Add Comment