માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ, વિસનગર દ્વારા આરોગ્યમંત્રી માન. શ્રી ઋષિકેશભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત પ્રસંગે સ્વચ્છ ભારત મિશન અને વિશ્વ અંધજન શ્વેતલાકડી દિન વિશેનું મૌલિક કાવ્ય અર્પણ કરાયું

માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ, વિસનગર દ્વારા આરોગ્યમંત્રી માન. શ્રી ઋષિકેશભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત પ્રસંગે સ્વચ્છ ભારત મિશન અને વિશ્વ અંધજન શ્વેતલાકડી દિન વિશેનું મૌલિક કાવ્ય અર્પણ કરાયું.
માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ, વિસનગરના પ્રમુખ કમલેશભાઈ વૈદ્ય અને સભ્યશ્રીઓએ તારીખ : ૧૧-૧૦-૨૦૨૧ના રોજ સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર મુકામે આરોગ્યમંત્રી માન. શ્રી ઋષિકેશભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લઈ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે અંધજન મંડળ, વિસનગરના વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરીએ ભારતના વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને ઉજાગર કરતું ‘સ્વચ્છ ભારત મિશન’ અને ‘વિશ્વ અંધજન શ્વેતલાકડી દિન’ વિશેનું મૌલિક કાવ્ય અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

Comments (0)
Add Comment