વિસનગર પ્રાથમિક શાળા નંબર ૬ ના શિક્ષકશ્રી પટેલ ખેમચંદભાઈ ચેલાભાઈ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો.
તારીખ 16 10 2021 ના રોજ વિસનગરની શાળા નંબર છ ના વય નિવૃત્તિ ના કારણે વિદાય લઈ રહેલ શિક્ષક શ્રી પટેલ ખેમચંદ ભાઈ ચેલાભાઈ નો શાળા પરિવાર તેમજ તાલુકાના સન્માનિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો.
પટેલ સાહેબ શ્રી પોતાના સેવા કાળ દરમિયાન શાળાના શિક્ષણમાં અને શાળા ના પર્યાવરણ અંગેની સતત ચિંતામાં રહેતા તેમજ શાળાની ભૌતિક સુવિધાઓ ઊભી કરવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે
સાથે સાથે તેઓ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ માં મંત્રી રહી શિક્ષકોના પ્રશ્નોને હલ કરવામાં પણ ખૂબ જ માર્ગદર્શન આપેલ છે.
વિદાય સમારંભમાં શાળાના શિક્ષકો, ગામના લોકો તેમજ આગેવાનો જોડાયા હતા, પટેલ સાહેબને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં પણ આવ્યા હતા.