ડીસા શહેરમાં બીકે ગેલેક્સી રાણપુર રોડ પર આવેલ શ્રીપતિ સોસાયટી ના રહીશો દ્વારા માતાજી ના હવન નું આયોજન કરવામાં આવ્યું

ડીસા શહેરમાં બીકે ગેલેક્સી રાણપુર રોડ પર આવેલ શ્રીપતિ સોસાયટી ના રહીશો દ્વારા માતાજી ના હવનમા ડીસા ની બી.જે.પી. પાર્ટી ને આમંત્રણ આપવામાં આવ્યું આમંત્રણ ને માન આપીને ડીસાના લોકલાડીલા ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યાજી નગરપાલિકાના પ્રમુખશ્રી રાજુભાઈ ઠક્કર ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર મહામંત્રી હકમાજી જોશી મહામંત્રી રાકેશભાઈ પટેલ નગરપાલિકાના કારોબારી ચેરમેન જીગ્નેશ ભાઈ જોશી ડીસાના નગરશેઠ કિશોરભાઈ સાંખલા,સર્વે મહાનુભાવો સમસ્ત સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહી સાલ ઓઢાડી પુષ્પ આપી સન્માન કર્યું હતું અને આવેલ ધારાસભ્ય શ્રી અને નગરપાલિકા પ્રમુખશ્રી એ સોસાયટીમાં રોડ બનાવી આપવાની અને કોમનપ્લોટમાં બ્લોક પેવર કરી આપવાની ખાતરી આપી હતી ત્યારે સોસાયટી રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

Comments (0)
Add Comment