નૈસર્ગિક ટ્રસ્ટ દ્વારા ગ્રીન ગુડ ડીડઝ અંતર્ગત પર્યાવરણ જાગૃત્તતા તાલીમ યોજાઈ

નૈસર્ગિક ટ્રસ્ટ દ્વારા ગુજરાત ઇકોલોજી કમીશન ના સહયોગથી પર્યાવરણ જાગૃતતા માટેની તાલીમ બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકાના ખેમરાજીયા અને જોરાપુરા ગામ ખાતે યોજાઈ હતી.જેમાં લોકો વૃક્ષો નું મહત્વ સમજે, વૃક્ષોનું વાવેતર કરતા થાય, જતન કરતા થાય, ઉર્જા સ્ત્રોતોની બચત કરતા થાય, સીએનજી વાહનોનો ઉપયોગ કરતા થાય, પાણી ની બચત કરતા થાય, આબોહવામાં થતા ફેરફારની જાણકારી લોકોમાં આવે,ગ્લોબલ વોર્મિંગ વિષે લોકોમાં જાણકારી આવે , કેમિકલ યુક્ત દવાઓ નો ખેતીમાં ઓછો ઉપયોગ થાય, પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ થાય અને ધરતીનું તાપમાન અને ગરમી વધે છે તેના કારણો અને ઉપાયોની વિવિધ પદ્ધતિ થી જાણકારી આપેલ હતી, જેમાં પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન અને પોસ્ટર ,પેમ્પ્લેટના માધ્યમ થી જાણકારી આપેલ હતી. સમગ્ર તાલીમ દરમિયાન COVID-19 ની માર્ગદર્શિકા નું પાલન કરી સોશ્યલ ડીસટન્સ રાખવામાં આવેલ હતું, દરેક તાલીમાર્થીઓ ને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ મેમ્બર સેક્રેટરી અને ડાયરેક્ટર ગુજરાત ઇકોલોજી કમીશન તથા શ્રી નિશ્ચલ ભાઈ જોશી , સીનીયર મેનેજરશ્રી, ગુજરાત ઇકોલોજી કમીશન ના માર્ગદર્શન મુજબ નૈસર્ગિક ટ્રસ્ટ ના ડાયરેક્ટર પ્રકાશભાઈ ચૌહાણ અને નૈસર્ગિક ટ્રસ્ટના તાલીમકારો અરવિંદભાઈ કાપડી, ભરતભાઈ સોલંકી અને ટીમે પૂર્ણ કરેલ હતી

Comments (0)
Add Comment