પઢિયાર તા ગોધરા ગામના વિકાસ માટે વિકાસલક્ષી ગ્રાન્ટો ફાળવવા સરકારને રજુઆત, ગામનાં જાગૃત યુવાન આશિષકુમાર બારીઆએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

  • ગામનાં જાગૃત યુવાન આશિષકુમાર બારીઆએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ગોધરા તાલુકાના પઢિયાર ગામમાં વિકાસના કામો ન થયા હોવાથી ગ્રામજનો દ્વારા કલેકટરશ્રી ગોધરા, ડી.ડી.ઓશ્રી તમેજ ટી.ડી.ઓશ્રી ગોધરાને લેખિત અને રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તે અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ હોવાથી. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. ગામમાં પ્રાથમિક સુવિધા ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આવી સત્ય રજૂઆતો સામે પગલાં લેવાતા નથી ત્યારે ગામના જાગૃત યુવાન આશિષકુમાર બારીઆ તમેજ ગ્રામજનો દ્વારા વિવિધ યોજનાઓનો અને ગ્રાન્ટનો ગામનાં વિકાસ માટે લાભ મળે તે માટે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીને વિકાસના કામો થાય તે અંગે પત્ર લખી વિનંતી કરવામાં આવી છે. તાજેતરમાં ગામના જાગૃત યુવાન શ્રી આશીષકુમાર બારીઆએ પંચમહાલ જિલ્લા સમાહર્તાશ્રી મારફતે રૂબરૂ જઈ લેખિત રજુઆત કરી છે.
રજૂવાતમાં પઢિયાર ગામનાં વિકાસ માટે સરકાર દ્વારા ખાસ પેકેજ ફાળવે તે માટે તેમજ અંદરના મુવાડા ગામને જોડતો પુલ બનાવવાં બાબતે તાકીદની વિનંતી કરવામાં આવી છે.

Comments (0)
Add Comment