આજરોજ ડીસા ત્રણ હનુમાન મંદિર ખાતે જાગીરદાર દરબાર ક્ષત્રિય સમાજ દ્વારા દશેરા નિમિત્તે ડીસા ખાતે શસ્ત્ર પૂજન કરાયું

ડીસા ત્રણ હનુમાન મંદિર ખાતે જાગીરદાર સત્રીય દરબાર સમાજ તરફથી અલગ અલગ શસ્ત્રો નું શસ્ત્ર પૂજન કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું
આજે દશેરાના પવિત્ર દિવસે જાગીરદાર દરબાર સમાજ તરફથી ડીસા ત્રણ હનુમાન મંદિર ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભડથ ગામના વતની અને ભામાશા તરીકે જાણીતા અને સમાજસેવક એવા જાગીરદાર બહાદુરસિંહ વાઘેલા ની આગેવાનીમાં સમસ્ત દરબાર સમાજ ત્રણ હનુમાન મંદિર ખાતે હાજર રહી કાવ્યશાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

જેમાં અલગ અલગ શાસ્ત્રો નું શાસ્ત્રોકત વિધિવિધાન સાથે ભૂદેવોના દ્વારા શ્લોકો સાથે પૂજન કરવામાં અને ત્રણ હનુમાન મંદિરથી જાગીરદાર ક્ષત્રિય દરબાર સમાજ તરફથી ભવ્ય નગર શોભાયાત્રા નિકાળવામાં આવી હતી આ શોભાયાત્રા ડીસાના અલગ-અલગ મુખ્ય ગાયત્રી મંદિર ફુવારા સર્કલ બગીચા સર્કલ જલારામ સર્કલ ના રસ્તા ઉપરથી પસાર થઇ ત્રણ હનુમાન મંદિર આવીને પ્રાસંગિક પ્રવચનો આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આજના આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ભામાશા અને જાગીદાર સમાજના બહાદુરસિંહ વાઘેલા ભડથ ગ્રામ પંચાયતના સરપંચ નાથુ સિંગ વાઘેલા ડીસા જ્યોત હોટલના માલિક સિંહ વાઘેલા રોબસ મોટી ના આગેવાનો સહિત બનાસકાંઠા જિલ્લા તેમજ અન્ય જિલ્લાઓમાંથી બહોળી સંખ્યામાં ક્ષત્રિય દરબાર સમાજના આગેવાનો અને યુવાન મિત્રો હાજર રહ્યા હતા

Comments (0)
Add Comment