એકાવન દીપ પ્રાગટય આરતી કાર્યક્રમ સેક્ટર ૨૬ ખાતે ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ દ્વારા યોજાયો

ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ગાંધી નગર દ્વારા સેક્ટર ૨૬ ખાતે નવરાત્રિ ના નવમા નોરતાં નિમિત્તે એકાવન દીવડા ની આરતી કાર્યક્રમ યોજાયો હતો જેમાં માતાજી ની આરતી મુખ્ય અતિથિ શ્રી અક્ષય ભાઇ ઠક્કર નૅશનલ ચેરમેન ઇન્ડિયન લાયન્સ, શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ પ્રમુખ ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ગાંધી નગર, ડાયરેક્ટર શ્રી ડૉ ગુલાબચંદ પટેલ ઇં. લા. શ્રી ભરતભાઇ દેસાઇ મિડિયા કન્વીનર ઇંડિયન લાયન્સ, શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ ડાયરેક્ટર ઇ. લા., શ્રી મંગળ સિંહ સોલંકી ઉપ પ્રમુખ ઇ. લા. શ્રી મહેન્દ્ર સિંહ સોલંકી સેક્રેટરી, શ્રીમતી શિલ્પા બેન દેસાઈ પ્રમુખ લાયોનેસ, શ્રીમતી ઉષાબેન ચૌહાણ ઇં. લા. શ્રી સંજીવ યાદવ નેશનલ સેક્રેટરી, શ્રી અંકિત કુમાર ઇ. લા. નીમેષ ચૌહાણ ઇં. લા. પ્રમુખ જીવ દયા, શ્રીમતી કૈલાસ બેન યાદવ, શ્રીમતી પાર્વતી બેન પટેલ, દ્વારા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ માં શ્રી અક્ષય ભાઇ ઠક્કર નું ફૂલ માળા થી સન્માન પ્રમુખ શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રી ડૉ ગુલાબચંદ પટેલ ડાયરેક્ટર દ્વારા પ્રમુખ શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ નું ફૂલ માળા થી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ દ્વારા સૌ મહેમાનો અને ઉપસ્થિત વસાહત ના ભાઈ બહેનો નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રીમતી શિલ્પા બેન દેસાઈ દ્વારા ઇન્ડિયન લાયન્સ વિશે માહિતી આપી હતી. શ્રી અક્ષય ભાઇ ઠક્કર નૅશનલ ચેરમેન દ્વારા પ્રાસંગિક ટૂંકુ ઉદ્બોધન કર્યું હતું

આ કાર્યક્રમ માં શ્રી ભરત ભાઇ દેસાઇ દ્વારા સૌ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

Comments (0)
Add Comment