ભાયાવદર નગરપાલિકા ને સરકાર શ્રી દ્વારા મળતી સહેરીજનો ની સુખાકારી માટે ની ગ્રાન્ટ રૂપિયા ૧૨૩ એક સો ને ત્રેવીસ લાખ ના ખર્ચે સહેર ના જાહેર રોડ રસ્તા ને નવીનીકરણ કરવા સી સી રોડ તેમજ સમસાન માટે સેડ નુ કામ તેમજ સહેર માં ધોબીતળ પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ને સલામતી માટે સ્કુલ ની ફરતે વોલ દિવાલ બનાવવાનુ કામ નુ આજે ઉપલેટા ધોરાજી ના જાગ્રત ધારાસભ્ય શ્રી લલીતભાઇ વસોયા તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ લાખાભાઇ ડાગર નગરપાલિકા નાં પ્રમુખ નયનભાઈ જીવાણી ઉપ પ્રમુખ શ્રી બાધાભાઇ ખાંભલા કારોબારી અધ્યક્ષ શ્રી મામંદભાઈ પટ્ટા બાંધકામ સમિતિના ચેરમેન વિજયભાઈ ગામી પાણી પુરવઠા ના ચેરમેન અનીલભાઈ રાડીયા સહેર કોંગ્રેસ પ્રમુખ નવનીતભાઈ ડેડકીયા સહકારી મંડળી ના ઉપ પ્રમુખ જીતુભાઈ માકડીયા સહકારી મંડળી ના સદસ્યો શ્રી કિનીયાભાઇ પાંચાણી સનભાઇ ચીમનભાઈ માકડીયા એડવોકેટ સંજયભાઈ પરમાર નગરપાલિકા નાં સદસ્ય શ્રી મનુભાઈ બાટા સંજયભાઈ ડઢાણીયા મહેસભાઇ દેસાઇ પાંજરાપોળ ના ટ્રસ્ટીઓ તેમજ સહેર ના આગેવાનો ધોબીતડ પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી તેમજ સ્ટાફ મીત્રો વિસ્તાર ની બહેનો ની હાજરી માં આજે રૂપિયા એક સો ને ત્રેવીસ લાખ ના કામોનુ ખાત મુહુર્ત ધારાસભ્ય શ્રી અને હાજર રહેલા આગેવાનો ના વરદહસ્તે કરવામાં આવ્યું છે નગરપાલિકા નાં વિકાસ લક્ષી કામગીરી ને સહેર ની જનતા એ વખાણી છે અને સહેર ની જનતા નગરપાલિકા ને સારો સહકાર આપે છે