પાલનપુર તાલુકાના ચિત્રાસણી ના બાજુમાં આવેલા બાલારામ ખાતે ભગવાન શંભુ નું ભવ્ય મંદિર આવેલું છે. શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને ભક્તિ સાથે દર્શનાર્થે આવે છે.ત્યારે બાલારામ માં બિરાજમાન ભગવાન શંભુ ના મંદિરે શ્રાવણ માસ ના છેલ્લા સોમવારે દૂર દૂર થી અનેક શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. ત્યારે શ્રાવણ માસના નો છેલ્લો સોમવાર હોવાથી બાલારામ ખાતે દર્શન માટે અસંખ્ય ભાવિ ભક્તો ઉમટ્યાં હતા. ત્યારે મંદિર માં સંપૂર્ણ ગાઇડલાઈન સાથે લોકો ભગવાન શિવ ના દર્શન કરે તેવી પોલીસ બંધોબસ્ત સાથે વ્યવસ્થા કરવામાં આવી હતી…ત્યારે આ બાલારામ મંદિર ના ઇતિહાસ બાબતે વાત કરવામાં આવે તો જેમાં વર્ષો પહેલા દુષ્કાળની પરિસ્થિતિમાં ભગવાન પોતે સાક્ષાત બાળ સ્વરૂપે અવતાર લઇને ત્રિશુલ મારી પાણી વહેતું કર્યું હતું જે આજદિન સુધી શંકર ભોળા ના મુખ માંથી પાણી વહી રહ્યું છે ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી…..
તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રસારિત કરેલ કોરોના ગાઇડ લાઇન અનુસંધાનમાં તેમજ પોલીસ બંધોબસ્ત સાથે લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તેમજ નાની મોટી ચીજ વસ્તુઓના નાના-મોટા સ્ટોલ તેમજ દુકાનો પણ જોવા મળી હતી જેમાં અનેક લોકોએ ખરીદી કરી મેળાનો આનંદ માણ્યો હતો અને શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી…