અમરેલી જિલ્લાના ધારી ગામમાં બસટેન પાસેનો રસ્તો વરસાદી પાણીથી ધોવાઈ જતા મુસાફરોને થતી હાલાકી

અમરેલી જિલ્લાના ધારી ગામ ના બસસ્ટેશન પાસે નો માર્ગ ધોવાઇ જતાં વાહનચાલકોને થતી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સ્થાનિક રહેવાસી અને વેપારીઓ દ્વારા વહેલી તકે માર્ગનું સમારકામ કરવા માગણી
અમરેલી જિલ્લાના મોટાભાગના સ્ટેટ હાઇવે થી લઈને નેશનલ હાઈવે સુધીના તમામ માર્ગો વરસાદી પાણીના હિસાબે સંપૂર્ણ ધોવાણ થઇ ગયેલ છે અને અતિ બિસ્માર હાલતમાં જોવા મળે છે આના કારણે આવતા જતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ધારીના બસસ્ટેન્ડ વિસ્તાર નો રસ્તો ધોવાઈ જતા વાહનચાલકો ઉબડખાબડ રસ્તા પર વાહન ચલાવવા પર મજબૂર થયા છે જુના બસસ્ટેન્ડ વિસ્તાર ધારીના મધ્ય વિસ્તારમાં આવેલો છે સતત વાહનોની અને માણસોની અવરજવર વાળો વિસ્તાર છે આ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો મોટા પ્રમાણમાં અહીંથી પસાર થાય છે જેના કારણે નગરજનો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ધારી શહેરના બિસ્માર માર્ગ મામલે સ્થાનિક વેપારીઓએ અનેકવાર સત્તાધીશો સમક્ષ રજૂઆતો કરી છે પરંતુ આજદિન સુધી આ પ્રશ્નનું સત્તાધીશો દ્વારા કોઇ નિરાકરણ કરવામાં આવ્યું નથી જેના કારણે વેપારીઓ અને નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Comments (0)
Add Comment