વાંકી વળી તો મારી કેડ વળી જાય તેવા ગરબા ના સુર સાથે સોસાયટી ના રહીશો ગરબે ઝુમી ઉઠ્યા
હાલ ચાલી રહેલ નવરાત્રી માં દિયોદર ના અનેક વિસ્તારોમાં દરેક જગ્યા પર શેરી માં શેરી ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર હાઇવે વિસ્તાર પર આવેલ અયોધ્યા નગર સોસાયટી ના રહિશો દ્વારા માં અંબા ની આરતી ઉતારી અને નાના ભુલકાઓ બાલિકાઓ અને મહિલાઓ તેમજ યુવાનો મન મુકીને ગરબે ઝુમ્યા હતા
દિયોદર હાઇવે વિસ્તાર પર આવેલ અયોધ્યા નગર સોસાયટી ખાતે નવરાત્રી દરમિયાન નવ દિવસ માતાજી ના ગરબા ગાવાનો તેમજ પોતાના. ઘરમાં મંદિરમાં કુળદેવી ના મઢમાં પુજા અર્ચના કરી ગરબા રમવાનું અને ગાવાનું આયોજન કરવામાં આવે છે આ નવ દિવસ માતાજી ની અલગ અલગ શણગાર સજાવવામાં આવે છે જ્યારે આ છેલ્લા બે વર્ષથી કોરોના ની મહામારી ના કારણે નવરાત્રી ના ગરબા બંધ રાખવામાં આવ્યા હતા ત્યારે આ વર્ષે સરકાર ની ગાઇડ લાઇન મુજબ શેરી ગરબાને મંજુરી આપવામાં આવી છે ત્યારે દિયોદર હાઇવે વિસ્તાર પર આવેલ અયોધ્યા નગર સોસાયટી ના રહિશો દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાન મિત્રો દ્વારા ચાચર ચોકમાં માતાજી ના મંદિર મા જગત જનની જગતમ્બા નો ફોટો મૂકી પુજા અર્ચના કરી ગરીબીની શરુઆત કરવામાં આવી હતી જેમાં સોસાયટી ના રહિશો દ્વારા માતાજી ની આરતી ઉતારી ગરબા ની સરુઆત કરવામાં આવી હતી જેમાં નાના ભુલકાઓ બાલિકાઓ મહિલાઓ શેરી ગરબા માં ગરબે ઝુમ્મી ઉઠ્યા હતા