લાખણી ના મોરાલ ખાતે પ્રાથમિક શાળાના બાળકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો.

આજરોજ લાખણી તાલુકાના મોરાલ ખાતે પ્રાથમિક શાળાના બાળકોનો RT-PCR રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આજે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના ની ત્રીજી લહેર ના અગમચેતી ના પગલાં રૂપે વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા મોરાલ અનુપમ પ્રાથમિક શાળા ના બાળકો નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં આગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉ. જયેશભાઈ ચૌધરી,Mphs વિપુલભાઈ પટેલ,લેબ ટેકનીશ્યન સંજયભાઈ રબારી,Mphw વિક્રમસિંહ રાજપૂત તેમજ Fhw સુર્યાબેન પ્રજાપતિ,આશા ફેસિલેટર ભાવનાબેન બારોટ,આશા વર્કર કમળાબેન ઠાકોર દ્વારા શાળાના ૨૫ જેટલા બાળકોનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

Comments (0)
Add Comment