બનાસકાંઠા જિલ્લા ધાનેરા તાલુકાના થાવર ગામે યુવા ટીમ દ્વારા રક્તદાન કેમ્પનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, ધાનેરા ધરતી વોલેન્ટરી બ્લડ બેન્ક દ્વારા આ કાર્યક્રમ થાવર દૂધ ડેરીમાં રાખવામાં આવ્યો હતો, જેમાં ઉત્તર ગુજરાત યુનિ. ના સીન્ડિકેટ સભ્ય હરેશભાઈ ચૌધરી સાથે તાલુકા ભાજપ પ્રમુખ હરજીભાઈ પટેલ, ચેરમેન ઉમાભાઈ પટેલ, અનિલભાઈ દરજી, પીયૂષભાઈ ચૌધરી, મંત્રી જગદીશભાઈ પટેલ, તેમજ અન્ય યુવા કાર્યકર્તા અને આગેવાનો હાજર રહ્યા હતા અને 40 દાતાઓ એ રકતદાન કર્યું હતું..