પાલનપુરના બે શિક્ષકે કાશ્મીરના સોનામર્ગમાં 12007 ફૂટ ઊંચા શિખર પર તિરંગો લહેરાવ્યો

પાલનપુરમાં રહેતા અને ખાનગી સ્કૂલના બે શિક્ષકોએ જમ્મુ કાશ્મીરના સોનામર્ગમાં 12007 ફૂટના ઊંચા શિખર પર પહોંચી તિરંગો લહેરાવી સમગ્ર બનાસકાંઠા જીલ્લાનું નામ રોશન કર્યું છે. પાલનપુરમાં રહેતા કુલદીપ કંસારા અને જયરાજ પટેલ (આકાશ) એ જમ્મુકાશ્મીરના પહલગામના પર્વતો વચ્ચે જઈને ઉંચા શિખર પર તિરંગો લહેરાવી માતા પિતા તેમજ પાલનપુરમાં આવેલ ધ સ્કુલ ઓફ સાયન્સ સ્કૂલનું નામ રોશન કર્યું છે. જમ્મુકાશ્મીરમાં સોનામર્ગમાં આવેલ ટેબલ ટોપ ટ્રેક પર જઈ 12007 ફૂટ ઊંચા શિખર પર તિરંગો લહેરાવતા તેઓને પ્રશંસા પુરસ્કારથી પણ સન્માનિત કરાયા છે. કુલદીપ અને જયરાજે તમામ ઉપલબ્ધિઓનો શ્રેય જવાહરલાલ ઈન્સ્ટિટ્યુટ ઓફ માઉન્ટનિયરીંગને આપ્યો હતો. અગાઉ પણ આ બન્ને પર્વતારોહીઓએ ઘણા બધા શિખર પર તિરંગો લહેરાવ્યો હતો.

Comments (0)
Add Comment