બનાસકાંઠામાં ઘણા સમયથી ચાલતી આદર્શ ક્રેડિટ સોસાયટી અચાનક જ બંધ થઈ જતા બનાસકાંઠા જિલ્લાના ગ્રાહકો તેમજ એજન્ટ સોમવારે કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા જેમાં બનાસકાંઠા જિલ્લાના 500 થી વધુ એજન્ટોએ લાખો રૂપિયા આદર્શ સોસાયટીમાં નાખ્યા હતા જે અચાનક જ બંધ થઈ જતા ગ્રાહકોએ બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
આ બાબતે સતિષભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે વર્ષો જૂની આદર્શ સોસાયટીમાં અમે લોકોએ રૂપિયા નાખ્યા હતા પરંતુ અચાનક જ બે વર્ષથી સોસાયટી બંધ થઈ જતા બનાસકાંઠા જિલ્લાના ઘણા ગ્રાહકો તેમ જ નહીં મોટું નુકસાન થવા પામ્યું છે તો તાત્કાલિક અમને ન્યાય મળે તે માટે કલેકટર અને એસપીને આવેદનપત્ર આપ્યુ છે.