ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલી મોઢેશ્વરી સોસાયટી માં બિરાજમાન દેવાધી દેવ મહાદેવ શ્રી સોમનાથ ભગવાન નું મંદિર આવેલું છે જેમો અમાવસ ને સોમવાર શ્રાવણ માસનો છેલ્લો દિવસ સોમવાર અને તેમાં પણ જેવી રીતે દૂધમાં સાકર ભેળવવાથી ગળ્યું થાય તેવી જ રીતે અમાવસ અને સોમવાર ને સોમતી અમાવાસ કહેવાય છે આ સોમવતી અમાસના દિવસે વિવિધ મંદિરોમાં હવન યજ્ઞ રાખવામાં આવેલ હતા ઘણી જગ્યાએ મંદિરને સુશોભિત માટે શણગારવામાં આવેલ હતા અતિ સુંદર ભવ્ય મંદિરો શણગારેલ હતા અને ઘણા મંદિરો માં શ્રાવણનો છેલ્લો દિવસ હોવાથી ભક્તોનું ઘોડાપૂર ઉંટયું હતું ભક્તોએ મહાદેવના આ શ્રાવણ માસમાં ભક્તિમાં લીન થઈ અને ભોળાનાથની આરાધના કરી ભગવાન પાસેથી સુખ-સમૃદ્ધિ ધન-વૈભવ જેવા ધાણા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તો આજે સોમવતી અમાસના દિવસે મોઢેશ્વરી સોસાયટી માં બિરાજમાન શ્રી સોમનાથ ભગવાનના મંદિર નો સરસ રીતે શણગાર કરવામાં આવ્યો હતો આ મંદિર ના પુજારી શ્રી કિરણભાઈ મહારાજના હસ્તે સરસ શણગાર કર્યો હતો અને સાથે સાથે રાત્રે ભજન સત્સંગનો પણ કાર્યક્રમ રાખ્યો હતો