બનાસકાંઠા જિલ્લામાં ઠેરઠેર જગ્યાએ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં શેરી ગરબા યોજવામાં આવતા ખેલૈયાઓને માં ખુશી જોવા મળી છે. જોકે છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના મહામારી ને લઈ નવરાત્રીના પર્વ પર રોક લાગી હતી જેમાં આ વર્ષ સરકારની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિ યોજવામાં આવી છે જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ શેરી ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું છે ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમી રહ્યા છે.
અમીરગઢ કિલ્લોલ ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષ ધામધૂમથીથી ખેલૈયાઓ અમીરગઢ કિલ્લોલ ગરબા માં ઝુમી ઉઠતા હતા. જોકે, આ વર્ષ પણ નવલી નવરાત્રિના પાંચમાં દિવસે ખેલૈયાઓ હર્ષ ઉલ્લાસથી મજા માંણી હતી અને અમીરગઢ કિલ્લોમાં ગરબામાં સભ્યો દ્વારા માતાજીની આરતી ઉતારી હતી અને વિશ્વને આ ચાલી રહેલી કોરોના મહામારીમાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.