ગુજરાત પ્રદેશ કક્ષાએ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા નામથી બ્રાહ્મણ સમાજ નું સંગઠન ચાલે છે જે બ્રહ્મ સમાજમાં વિવિધ સેવાકીય અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરે છે જે સંગઠનના હોદ્દેદારોની સમયમર્યાદા પૂર્ણ થતાં નવિન હોદેદારોની નિમણૂક પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજયકક્ષાના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે બીપીનભાઈ દવે(પ્રમુખશ્રી-ખોરડા કોલેજ)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે ત્યારબાદ તેમની આખી ટિમ તૈયાર કરવામાં આવી છે ત્યારબાદ જિલ્લાની યુવા ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજયકક્ષાના બનાસકાંઠા જિલ્લાના યુવા ઉપપ્રમુખ તરીકે થરાદ તાલુકાના નાનામેસરા ગામના વતની અને લાખણીને પોતાની કર્મભૂમિ બનાવીને છેલ્લા કેટલાય વર્ષોથી સમાજ રાષ્ટ્ર અને ધર્મના કાર્યો કરવામાં કાયમ માટે અગ્રસેર રહેનાર અને પોતાને અત્યાર સુધીમાં મળેલ વિવિધ જવાબદારીઓને નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવનાર બ્રહ્મ સમાજ સહિત દરેક સમાજનું મોટું મિત્રવર્તુળ ધરાવનાર છેલ્લા કેટલાય સમયથી મીડિયાના માધ્યમથી લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવામાં મહત્વની ભૂમિકા અદા કરનાર ભરતભાઇ દવેની વરણી કરવામાં આવી છે તેમની વરણીની જાહેરાત થતાં તેમના મિત્રવર્તુળ અને શુભેચ્છકોમાં આનંદ છવાયો છે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજયકક્ષા બનાસકાંઠા જિલ્લાના યુવા ઉપપ્રમુખ ભરતભાઇ દવેને તેમના સમર્થકો અભિનંદન પાઠવી રહ્યા છે.
ભરતભાઇ દવે(યુવા ઉપપ્રમુખ-શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ બનાસકાંઠા જિલ્લો)
બનાસકાંઠા જિલ્લા બ્રહ્મ સમાજના મુરબ્બીઓ-વડીલો અને આગેવાનોએ સૌએ સાથે મળીને મારા ઉપર વિશ્વાસ મૂકીને મને જિલ્લાના યુવા ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે એ જવાબદારીને હું પુરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવી શકું એવી ભોળાનાથ મને શક્તિ આપે બનાસકાંઠા જિલ્લાના બ્રહ્મ સમાજના તમામ આગેવાનો- વડીલો- સમાજના પદાધિકારીઓ અને મારા યુવા સાથીઓનો હું દિલથી આભાર માનું છું.