વડગામ તાલુકાના નળાસર ગામે કલેકટર ના હસ્તે પીપળવન બનાવવા શુભ કાર્ય માટે વુક્ષારોપણ કરવામાં આવ્યું

વડગામ તાલુકાના નળાસર ગામે પવિત્ર શ્રાવણ મહીના ના છેલ્લા સોમવારે બિલેશ્ર્વર મહાદેવ ના મંદિર ખાતે બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ ના હસ્તે પીપળવન બનાવવા માટે વિધીવત રીતે વુક્ષારોપણ કાર્યક્રમ કરાયો હતો ગામના 41જેટલાં દંપતિ ના હસ્તે 400 જેટલા વુક્ષો ની વાવણી કરાઈ હતી ત્યારબાદ બીજા વુક્ષો મનરેગા યોજના હેઠળ આગામી દિવસોમાં વાવણી કરવામાં આવશે જેમાં અલગ અલગ જાતના વુક્ષો જેવાકેપીપળ,બીલી,લીમડો,આબળો,જાબુડો જેવા અનેક પ્રકારના દેશી વુક્ષો અંદાજે 1600 જેટલા વુક્ષો વાવવા નો સંકલ્પ કરાયો હતો જેમાં ગામના યુવાનો, વડીલો અને ગ્રામજનો ની હાજરીમાં આ વુક્ષો નું જતન તેમજ સારસંભાળ કરી ઉછેરવા નો સંકલ્પ કરવામાં આવ્યો હતો બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે પોતાના સંબોધન માં જણાવ્યું હતુ કે ગામના વિકાસ માટે પોતાની ગ્રાન્ટ માંથી પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ કાર્યક્રમ મા કોરોના ની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બનાસકાંઠા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, વડગામ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, તલાટી નળાસર તેમજ ગ્રામજનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાર્યક્રમ નું સંચાલન નરેન્દ્રસિંહ દેવડા દ્વારા કરવામાં આવ્યું હતું…

Comments (0)
Add Comment