પાલનપુરમાં શ્રી ઉમિયા શકિત મંડળ કોલેજ કેમ્પસ પર છેલ્લા ૩૫ વર્ષથી નવરાત્રી દરમિયાન ધામધૂમથી ગરબા રમાય છે ત્યારે શનિવારે પણ સોશીયલ ડિસ્ટન્સ સાથે મર્યાદિત સંખ્યામાં શેરી ગરબાનું આયોજન કરાયું હતું જેમાં શ્રી ઉમિયા શકિત મંડળ ના આયોજન કરતા વિપુલભાઈ જોષી, પ્રમુખ ચંદુભાઈ મખીજાણી , રૂપેશભાઈ ગુપ્તા, જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા આરતી કરી ગરબે ગુમી વિશ્વ મહામારી નાબૂદ થાય તે માટે પ્રાથના પણ કરી હતી તથા નાના બાળકો પણ અવનવા વેશભૂષા પહેરી ગરબે રમ્યા હતા