બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે ત્યારે આજે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા કરતા આરોપીને પકડી પાડતી ડીસા શહેર ઉત્તર પોલીસ ડીસા
IGP જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા નાઓની સૂચના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝા સાહેબ ડીસા વિભાગ ડીસા તથા
પી આઈ. જે.વાય.ચૌહાણ સા.ડીસા ઉત્તર પો.સ્ટે નાઓના માર્ગદર્શન મુજબ
અ.હેડ કોન્સ જયંતીભાઈ ધર્માભાઈ તથા અ.પો.કો વિક્રમસિંહ જોગાજી વિગેરે નાઓ ડીસા ઉત્તર પો.સ્ટે વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન અહેડ.કોન્સ જયંતીભાઇને ખાનગી રાહે બાતમી હકીકત આધારે ડીસા શહેર ઉત્તર પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.59/2118 ઇ.પી.કો. કલમ 379, 114 મુજબના ગુનાનો ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી નવાબ ઉર્ફે જાડિયો મોહમ્મદ જાતે.પઠાણ રહે. સુરત ઉણપાટિયા તા.જી.સુરતવાળને આજરોજ તા.11/10/2021 ના રોજ ડીસા મુકામે થી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માં આવેલ છે