માધવ આશ્રમ સુઘડ ખાતે આનંદાલય ની ગાંધીનગર જિલ્લા ની બેઠક મળી હતી જેમાં સૌ પ્રથમ બધાનો પરિચય સૌ એ સ્વયં આપ્યો હતો આ બેઠક માં મૂકત મને ચર્ચા કરી હતી.
આનંદાલય જીવન શિક્ષણ ના વિવિધ આયમૉ ચલાવશે વ્યક્તિ ને જીવન દ્રષ્ટિ પ્રાપ્ત થશે, ધ્યેય શિક્ષણ થકી સંપન્ન જીવન આપવાનું છે. સમાજ ના વિકાસ માટે હમેશાં કાર્યરત રહેશે. આ સંપૂર્ણ લોક શાહી માં માનનારા ઓનું પરિવાર છે.
આ બેઠક માં દરેક વ્યક્તિ એ પોતાના વિચારો રજૂ કર્યા હતા આગામી દિવસોમાં ફરીથી વિષય પર આધારિત બેઠક નું આયોજન કરવામાં આવશે તેમ નક્કી કર્યું સાહિત્ય સભા યોજવી, વિશેષ દિન ની ઊજવણી કરવી, પ્રવાસ પર્યટન નું આયોજન કરવું, ગામ દતક લેવું વિગેરે પ્રકલ્પો શરૂ કરવા તેમ નક્કી કર્યું છે મિડિયા ના માધ્યમ દ્વારા સુંદર વિચારો લોકો સુધી પહોંચાડવા,
આ કાર્યક્રમ માં અભિભાવક, સંરક્ષક, સંયોજક, સહ સંયોજક, વ્યવસ્થાપક, મુખ્ય પ્રબંધક વિગેરે ની નિયુક્તિ કરવામાં આવી જે બે વર્ષ સુધી અમલમાં રહેશે.
આ બેઠક માં ડૉ પૂર્ણિમા ત્રિવેદી, ડૉ ગુલાબચંદ પટેલ, ધારા ઠુંમર, કપિલા બેન રાઠોડ, કિરીટ ભાઇ, ચંદન બેન, રિંકલ બેન, મહેન્દ્ર ભાઇ ચૌહાણ, ભાવના પટેલ, મોર્ડન ભટ્ટ, તથા ભરત સિંહ ઉપસ્થિત રહ્યા હતા