લાખણી આર્ટસ & કોમર્સ કોલેજ ખાતે ભારતીય શિક્ષણ મંડળ અને દુર્ગાવાહિનીના સંયુક્ત ઉપક્રમે માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો,
જેમાં વિદ્યાર્થીઓને ભારતીય શિક્ષા અને સંસ્કૃતિથી અવગત કરવામાં આવ્યા.
આજના આધુનિક યુગમાં અદ્યતન બની ને પણ સંસ્કૃતિ સાથે જોડાણ રાખવું જરૂરી છે,
તેવામાં આવા સેમિનારનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે અને ભારતીય સંસ્કૃતિ સાથે આજનો વિદ્યાર્થી જોડાયેલો રહે તેવું માર્ગદર્શન અવારનવાર આપવું જોઇએ.
આ સેમિનાર ના મુખ્ય વક્તા તરીકે ડૉ અવની આલ હતા,
ડૉ અવની આલ કે જેઓ પાટણ લૉ કૉલેજ ના પ્રોફેસર છે સાથે સાથે દુર્ગા વાહિની સાથે પણ જોડાયેલા છે,
તેમના દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યો.