ખાંભા તાલુકાના આંબલિયાળા પ્રા.શાળામાં નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન કરેલ અને સાથે શાળામાં ફરજ બજાવી ચૂકેલ ભૂતપૂર્વ શિક્ષક ગણને તાલુકા પંચાયત સદસ્યશ્રી પાર્વતીબેન બી. જાદવ અને ગામના સરપંચશ્રી ભાવેશભાઈ જાદવ દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.તાજેતરમાં અમારી શાળામાંથી અન્ય શાળામાં બદલી થનાર મુકેશભાઈ ચાવડાને સાકરનો પડો અને શ્રીફળ, શાલ ઓઢાડીને શિલ્ડ આપી વિદાય કરવામાં આવી.
શાળામાંથી વિદાય લય ચૂકેલ શિક્ષકોએ શાળા માટે અને બાળકો માટે ગમે ત્યારે જરૂર પડે ત્યારે હાજર રહીશું એવી ખાતરી આપી.. રાસ ગરબામાં શ્રેષ્ઠ રાસ લેનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અંતમાં બાળકોને શાળાના સ્ટાફ દ્વારા નાસ્તો કરાવી છુટા કરવામાં આવ્યા હતા..
વિદાય લય ચૂકેલ તમામ શિક્ષકોનો જે સમયગાળો અમારી શાળામાં વિતાવેલ અને અમારા ગામના બાળકોને પાયાના ઘડતર રૂપે જે જ્ઞાન આપી ને ખાંભા તાલુકામાં અભ્યાશમાં આંબલિયાળા ગામનું નામ રોશન કરાવવા બદલ આંબલિયાળા ગામ વતી હૃદયપૂર્વક આભાર માનું છું સરપંચ ભાવેશભાઈ જાદવ દ્વારા.