દાંતા તાલુકાના ગામોમાં નવરાત્રી પર્વ ની રંગેચંગે થઈ રહેલી ઉજવણી…

ઉલ્લેખનીય છે કે દાંતા તાલુકાના મંડાલી ગામ અને આજુ બાજુમાં આવેલા ધાગડિયા , મગવાસ અને સાંઢોસી જેવા ગામોમાં આ વર્ષે નવરાત્રિમાં ખુબજ ધૂમ મચી રહી છે. ….ગઈ સાલ કોરોના કાળ ને કારણે ખેલૈયાઓને ગરબે રમવાને છૂટ મળી નહોતી પણ ચાલુ વર્ષે થોડીક રાહત મળતા આજુબાજુના તમામ ગામોમાં નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે જેમાં શિક્ષણ ક્ષેત્રે આગળ એવા સાંઢોસી ગામની નવરાત્રી ખુબજ સુંદર રીતે થઈ રહી છે દિવસે ખેતરોમાં કામ કરીને થાકેલા હોવા છતાં લોકો મોટી સંખ્યામાં નવરાત્રિના ગરબા ગાવા ઉમટી પડે છે

Comments (0)
Add Comment