જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા એક જ દિવસમાં બે જીવ બચાવાયા

તારીખ ૫/૦૯/૨૦૨૧ ના રોજ સોનુભાઈ નામના વ્યક્તિનો ફોન આવેલ અને જણાવ્યું કે પાલનપુરમાં હનુમાન મંદિર પાછળ મહિલા મંડળ સામે એક વાનર નું બચ્ચું ઘાયલ છે ચાલી શકતું નથી તથા શુખબાગ રોડ પર એક ગૌમાતા બીમાર છે તેની જાણ થતાં જીવદયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ ખત્રી બન્ને સ્થળે પહોંચી

વાનરના બચ્ચાને વનવિભાગ લઈ ગયા તથા ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સ ને જાણ કરી ગૌમાતા ની સારવાર કરાવી જીવ બચાવ્યો હતો આ સાથે ડૉ .કાજલબેન પરમાર, મણવર પ્રવીણભાઈ, પાર્થ શર્મા, અભય રાણા, જીવદયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રીએ ભારે જહેમત ઉઠાવી હતી

Comments (0)
Add Comment