લાખણી આર્ટસ & કોમર્સ કોલેજ ખાતે ભારતીય શિક્ષણ મંડળ અને દુર્ગાવાહિનીના સંયુક્ત ઉપક્રમે માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો.

લાખણી આર્ટસ & કોમર્સ કોલેજ ખાતે ભારતીય શિક્ષણ મંડળ અને દુર્ગાવાહિનીના સંયુક્ત ઉપક્રમે માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓને ભારતીય શિક્ષા અને સંસ્કૃતિથી અવગત કરવામાં આવ્યા.

ડૉ અવની આલ, કિરણ પ્રજાપતિ, વિજયભાઈ મુખ્ય મહેમાન બન્યા.

આજના આધુનિક યુગમાં અદ્યતન બની ને પણ સંસ્કૃતિ સાથે જોડાણ રાખવું જરૂરી છે,તેવામાં આવા સેમિનારનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે અને ભારતીય સંસ્કૃતિ સાથે આજનો વિદ્યાર્થી જોડાયેલો રહે તેવું માર્ગદર્શન અવારનવાર આપવું જોઇએ.

આમંત્રિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ.આ સેમિનાર ના મુખ્ય વક્તા તરીકે ડૉ અવની આલ હતા.

ડૉ અવની આલ કે જેઓ પાટણ લૉ કૉલેજ ના પ્રોફેસર છે સાથે સાથે દુર્ગા વાહિની સાથે પણ જોડાયેલા છે, તેમના દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યો.

શાળા કોલેજ મંડળના પ્રમુખ સુરેશ પટેલ ઉપપ્રમુખ વિનોદ પટેલ તેમજ કોલેજ કેમ્પસના ડાયરેક્ટર જગતસિંહ જી રાઠોડ દ્વારા કાર્યક્રમને સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું.

Comments (0)
Add Comment