બનાસકાંઠા જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલા પાછોતરા વરસાદે શાકભાજીના વાવેતરને વ્યાપક નુકશાન કરતાં વર્તમાન સમયે ઉત્પાદન નોંધપાત્ર ઘટી ગયું છે. પરિણામે બે માસ અગાઉ જે શાકભાજીના 1 કિલોના રૂપિયા 60 હતા.તે અત્યારે રૂ.100ને આંબી જતાં 66 ટકાનો કમરતોડ ભાવ વધારો પ્રજાજનો ઉપર પડ્યો છે. પાલનપુર, અમીરગઢ અને ડીસા તાલુકામાં ખાસ કરીને મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે.
આ વર્ષે પણ ખેડૂતોએ ફુલાવર, ટામેટા, કાકડી, કોબીઝ, રીંગણ, કાળંગડા સહિતના શાકભાજીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કર્યુ હતુ. સપ્ટેમ્બરમાં પાછોતરો ધોધમાર વરસાદ પડતાં શાકભાજીના છોડ સડી ગયા હતા. જેની અસર તેના ઉત્પાદન ઉપર પડી છે. આ અંગે પાલનપુર શાકમાર્કેટના વેપારી શૈલેષભાઇ દેવીપૂજકે જણાવ્યું કે, બનાસકાંઠામાં શાકભાજીનો જથ્થો આવતો બંધ થતા રાજસ્થાન ઉપરાંત મહેસાણા સહિતના જિલ્લાઓમાંથી લાવવું પડી રહ્યું છે.
| બનાસકાંઠા જિલ્લામાં શાકભાજીનું વાવેતર | |
| તાલુકો | વાવેતર (હેકટર) |
| અમીરગઢ | 1294 |
| ભાભર | 206 |
| દાંતા | 177 |
| દાંતીવાડા | 206 |
| ડીસા | 2636 |
| દિયોદર | 102 |
| ધાનેરા | 145 |
| કાંકરેજ | 1307 |
| લાખણી | 662 |
| પાલનપુર | 1832 |
| વડગામ | 537 |
| બે મહિનામાં શાકભાજીમાં ભાવ વધારો | ||||
| બે માસ અગાઉ | હાલના ભાવ | |||
| હોલસેલ | રીટેલ | હોલસેલ | રીટેલ | |
| કાળેગડા | – | – | 30 | 60 |
| બટાકા | 14 | 20 | 10 | 20 |
| ડુંગળી | 22 | 30 | 35 | 50 |
| સિમલા મરચા | 40 | 60 | 60 | 80 |
| ટામેટા | 22 | 30 | 50 | 60 |
| ગવાર | 50 | 60 | 80 | 100 |
| ફુલાવર | 40 | 60 | 30 | 50 |
| રીગણ | 40 | 60 | 70 | 100 |
| ભીંડા | 30 | 40 | 20 | 40 |
| દૂધી | 12 | 25 | 25 | 40 |
| ગિલોડી | 65 | 80 | 70 | 100 |
| વટાણા | 80 | 100 | 200 | 240 |
| કારેલા | 25 | 50 | 25 | 40 |
| તુરિયા | 65 | 80 | 40 | 60 |
| કોથમીર | 35 | 60 | 90 | 120 |
| મરચાં | 40 | 60 | 30 | 50 |
| લીંબુ | 25 | 40 | 45 | 60 |
| આદુ | 70 | 80 | 80 | 100 |
| કાકડી | – | – | 30 | 50 |
| વાલોળ | – | – | 70 | 100 |