કોરોના સામેની લડાઈમાં સુરત મહાનગરપાલિકાએ પ્રથમ ડોઝમાં 100 ટકા રસીકરણની કામગીરીનો લક્ષ્યાંક પૂરો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તારીખ 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૂઆત થઇ હતી. ત્યારથી અત્યાર સુધીમાં 236 દિવસમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં પાલિકાને સફળતા મળી હતી. 34, 36,213 ને પ્રથમ ડોઝ જયારે 16,61,844 લોકોને બીજો આપી દેવાયો છે. બંને ડોઝ મળીને કુલ 50,98,067 ડોઝ મુકાયા છે. સમગ્ર રાજ્યમાં 100 ટકા રસીકરણ કરનાર સુરત મહાનગર પાલિકા પ્રથમ ક્રમે છે.