પાંથાવાડાના ગ્રામજનોએ મનરેગા અંતર્ગત કાચા રસ્તાના કામમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો

પાંથવાડા ગામમાં જવાના માર્ગ પર ખાડા ટેકરા હોવાથી ગ્રામજનોને તકલીફ પડતા તે માર્ગ પર માટી પાથરી કામ કરવામાં આવ્યું હતું જેમાં ગેરરીતિ આચરતા ગ્રામજનોએ તલાટીને રજુઆત કરી હતી.

પાંથાવાડા ગામમાં અર્બુદા હાઈસ્કૂલ થી તિખિ જવાના રસ્તો ખાડા ટેકરા તેમજ માટી ના કારણે હેરાન થતાં ગ્રામજનોએ વાહનોની અવર જવર તેમજ ચાલવામાં તકલીફ પડતા વારંવાર રજૂઆત કરતા પાંથાવાડા ગ્રામપંચાયત દ્વારા મનરેગા અંતર્ગત 600 મીટર નો કાચો રસ્તો કે જેમાં 3 મીટર પહોળાઈમાં મેટલ અને મરોડીયો સહીત 5મીટર સુધી સફાઈ તેમજ માટી પાથરી કામ કરવા નુ હાથ ધર્યું હતું.

કામ ચાલુ થતાં જ રહીશો દ્વારા કામમાં ગેરરીતિ તેમજ જે જગ્યા સુધી કામ મંજૂર થયું છે ત્યાં કામ થવાને બદલે વાધોર જવા ના માર્ગે પર કામ કરતાં હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતાં.

Comments (0)
Add Comment