નગરપાલિકા ભાયાવદર તા.ઉપલેટા,જી.રાજકોટ તા.૦૫/૧૦/૨૦૨૧

જણાવવાનું કે તા.૧૩/૦૯/૨૦૨૧ના રોજ ઉપલેટા તાલુકાના મોજડેમના ઉપરવાસના ગામોમાં તેમજ રૂપાવટી નદીમાં અતિશય પાણી આવવાના કારણે ભાયાવદર વિસ્તારના ખેડુતોના ખેતરોમાં પાણી ફરીવળવાના કારણે સીમ જમીનને તેમજ ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે.અને નુકશાનના વળતર માટે સરકારશ્રીમાંથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ તેમાં ભાયાવદર શહેરના ઉગમણી સાઈડ તેમજ મોજીરા ખાતામાં આવતા અમુક વિસ્તારો બાકી રહી ગયેલ છે.અને જે અધિકારીઓ ભાયાવદર શહેરમાં સર્વેને કામગીરી કરતા હતા તે અધિકારીઓને ઉપલેટા તાલુકાના અન્ય ગામોમાં સર્વેની કામગીરી સોંપવામાં આવવાથી ભાયાવદર શહેરના ખેડુતોનું જે સર્વે કરવાનું બાકી છે.તેને આપના તરફથી તાત્કાલીક અધિકારીઓને સુચના આપી બાકી રહી ગયેલ ખેડુતોના ખેતરે જઈ તાત્કાલીક સર્વે કરવામાં આવે જેથી ભાયાવદર શહેરના ખેડુતોને અન્યાય ન થાય. સરકારશ્રીમાંથી જે વળતર ખેડુતોને આપવામાં આવે તેનાથી ખેડુતો વંચીત

ભાયાવદર શહેરની વચ્ચો વચ્ચથી આશરે સવાબે કિલોમીટરનો રોડ આર.એન.બી. હસ્તકનો હોય આ રોડમાં છેલ્લા આશરે અઢીથી ત્રણવર્ષથી મશ મોટા બડાઓ પડી ગયેલ હોય તે રીપેર કરવા માટે ભાયાવદર શહેરની જનતાએ અનેકવાર આર.એન.બી.વિભાગ જેતપુર તથા ઉપલેટાને લેખીત તથા ટેલીફોનીક રજુઆત કરેલ છે.જયારે પણ શહેરની જનતાનો આક્રોશ હોય તેવા સંજોગોમાં આર.એન.બી.વિભાગ કામ ચલાવ ટાઈચ કે માટીથી આ ગાબડાઓ બરે છે.પરંતુ આ ટાઈચ અને માટીની અંદર મોટા પથ્થર હોવાના કારણે રોડ ઉપર જયારે કોઈ મોટા વાહન પસાર થાય ત્યારે તેના ટાયરમાંથી તીવ્ર ગતિએ આ પથ્થરાઓ છુટે છે. આજુબાજુના દુકાનદારોને દુકાનોમાં પણ આ પથ્થર ભટકાવાથી નુકશાન થયેલ છે.તેમજ ઘણા રાહદારીઓને આ પથ્થર લાગવાથી ગંભીર પ્રકારની ઈજાઓ થયેલ છે.જુના કારણે આર.એન.બી.વિભાગ દવારા આ રોડ માથે ખાડા બરવા માટે આવેલ ત્યારે તેમાં મોટા મોટા પથ્થરો હોવાના કારણે આજુબાજુના રહીશોએ વિરોધ કરી મરામત કરવા આવેલ ડીપાર્ટમેન્ટને રજુઆત કરેલ કે આ ખાડાઓમાં ડામર અથવા સીમેન્ટથી પાકા પેચ કરવામાં આવે જેથી આજુબાજુના દુકાનદારો અને રહીશોને કોઈ તકલીફ ન પડે.

હાલ આ મુખ્ય રોડ ઉપર મશમોટા ખાડાઓના કારણે રોજબરોજ રાહદારીઓ તથા નાના સાધનો વાળા આ ખાડામાં પડી જવાથી ગંભીર પ્રકારની ઈજાઓ થાય છે. માટે આર.એન.બી. વિભાગના લાગતા વળગતા અધિકારીઓને વિનંતી છે કે આ રોડ તાત્કાલીક પાકા પેચ કરવામાં આવે નહીતર આવનારી તા.૧૦/૧૦/૨૦૨૧ સુધીમાં જો આ રોડ રીપેર કરવામાં નહીં આવે તો ભાયાવદર શહેરમાંથી પસાર થતો મુખ્ય રોડ વેપારીઓને સાથે રાખી ચકકાજામ કરવાની ગામ લોકોને ફરજ પડશે. અને આ ચકકાજામ કાર્યક્રમની જવાબદારી ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ નયનભાઈ જીવાણી, ઉપપ્રમુખશ્રી બાઘાભાઈ ખાંભલા, કારોબારી અધ્યક્ષશ્રી મામદભાઈ પટટા સહીત નગરપાલિકાના સદસ્યશ્રીઓ લેશે.

Comments (0)
Add Comment