પાલનપુર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન ગુનામાં ત્રણ વર્ષથી ફરાર બે આરોપીઓની એલસીબી પોલીસે ધરપકડ કરી

બનાસકાંઠામાં LCB પોલીસે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને કાણોદર બસ સ્ટેન્ડ હાઇવે પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે હાલ આ બંને આરોપીઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા LCB પોલીસ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ખાનગી રાહે બાતમીના આધારે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ગુનામાં નાસતા ફરતા આરોપીઓ (1) ઘનશ્યામભાઈ ઉર્ફે કૈલાસ મુરલીધર ટીલાણી રહે.ડીસા (2) મુન્નાભાઈ હુસેનભાઈ ચૌહાણ રહે.સિદ્ધપુર વાળાને કાણોદર હાઇવે બસ સ્ટેન્ડ પાસેથી બન્ને આરોપીઓને પકડી પાડ્યાં હતા. તેમજ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરી છે.

Comments (0)
Add Comment