બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય બોલચાલમાં મારામારીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધારો

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય બોલચાલમાં મારામારીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહી છે ત્યારે વાત કરીએ તો ડીસા શહેરના વોર્ડ નંબર ૨ એવા રિજમેન્ટના ઝવેરીનગર વિસ્તારમાં રાવળ સમાજના બે પરિવારોમાં જૂની અદાવત રાખીને મારામારીની ઘટના બનવા પામી હતી જોકે મારામારીની ઘટના માં મકાનના સેડ પરથી પથ્થરમારો કરતો હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ડીસા શહેર ઉત્તર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઝઘડામાં પથ્થરમારો કરનાર ત્રણ યુવકો સહિત મહિલાઓ સાથે સાત જેટલા લોકોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને અગાઉ જૂની અદાવતમાં મારામારીની ઘટના બની હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ડીસા રિજમેન્ટ વિસ્તારમાં પથ્થરમારાની ઘટનાના પગલે ભયનો માહોલ સર્જાયો હતો જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલિક ડીસા શહેર ઉત્તર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી

Comments (0)
Add Comment