ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે નવા નિમાયેલા મઁત્રીઓ ની શુભેચ્છા મુલાકાત પુરા ગુજરાત ભરના રાષ્ટ્ર્ર શક્તિ એકતા મંચના સમગ્ર જિલ્લાઓના કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી
જે મુલાકાત રાષ્ટ્ર્ર શક્તિ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષા ઉષાબેન પટેલ ના વડપણ નીચે યોજવામાં આવી
શુભેચ્છા મુલાકાત દરમ્યાન ગુજરાત રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીનુ મોમેન્ટો ગુલદસ્તાં પુષ્પ ગુચ્છો અર્પણ કરવામાં આવ્યા અને મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબ તેમજ કેબિનેટ અને રાજ્યકક્ષાના મુલાકાત દરમ્યાન ખુબજ સારો પ્રતિસાદ છાપડ્યો હતો આ તકે રાષ્ટ્ર્ર શક્તિ એકતા મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી ભરતભાઈ ખુમાણ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ મેહુલભાઈ દેસાઈ તેમજ જાફરાબાદ માજી તાલુકા પ્રમુખ કરણ પટેલ તેમજ અમદાવાદ. મહેસાણા. કચ્છ. અમરેલી. ભરૂચ. બનાસકાંઠા. જિલ્લા ના તમામ રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ના જિલ્લા પ્રમુખો તેમજ મહિલા કાર્યકર્તાઓ તેમજ થરાદ ૧૧ મુખી હનુમાનજી મહારાજ મંદિર નામહંત મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા તેવું ગુજરાત પ્રદેશ મીડિયા પ્રભારી શ્રી મનોજ મિશ્રાજી ની અખબારી યાદીમાં જણાવાયું છે