શિક્ષકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે રાજય સરકારમાં રજૂઆત કરવા ડીસા ખાતે બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન બેઠક યોજાઈ

શિક્ષકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે રાજય સરકારમાં રજૂઆત કરવા ડીસા ખાતે બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન બેઠક યોજાઈ

બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન બેઠક ડીસા ખાતે યોજાઇ હતી. જેમાં શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે જીલ્લા સ્તરે તેમજ રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવા માટે નિર્ણય લેવાયો હતો.

જેમાં જિલ્લા સંઘના યુવા અને ઉત્સાહી પ્રમુખ શ્રી સંજયભાઈ દવેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

-સીઆરસી-બીઆરસીના પીટી એલાઉન્સમાં વધારો કરવા – એચટાટમાં વધુ થયેલાને પોતાની શાળામાં સંખ્યા વધતાં પરત મુકવા બાબત ના પ્રશ્નો ઝડપથી ઉકેલાય તે માટે જિલ્લા સંઘ ની ટીમ દ્વારા કટિબદ્ધતા દર્શાવવામાં આવી.

બ બનાસકાંઠા જલ્લા અંબાજી જતાં પદયાત્રી પ્રાથમિક શિક્ષક સંઘની બેઠક સેવા કેમ્પનું સફળ સંચાલન પ્રમુખ સંજયભાઈ દવેના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. તેનું સુંદર સંચાલન કરવા બદલ દાંતા તાલુકા પ્રમુખ ભરતસિંહ પરમાર ,મંત્રી શ્રી સરદારભાઈ રાણા , મીડિયા કનવિનર શ્રી દીનેશસિંહ ની કામગીરી ને મહામંત્રી પ્રાગજીભાઇ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.ડીસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ શાંતિભાઇ દેસાઈએ શાલ અને પુષ્પગુચ્છ આપી પ્રમુખ શ્રી સંજયભાઇ દવે નું સન્માન કર્યું હતું. જીલ્લા ખજાનચી શ્રી મહિપાલસિંહ દેવડા, શિક્ષક જ્યોત સંપાદક મંડળ સભ્ય શ્રી મુકેશભાઇ દવે, સિનિયર ઉપ પ્રમુખ શ્રી પાંચાભાઇ દેસાઇ, ઉપ પ્રમુખ શ્રી જેસુંગભાઇ અને દશરથજી ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું. વધુમાં વધુ શિક્ષકોને શિક્ષક જયોત ના સભાસદ બનવા, શિક્ષકોના પડતર પ્રશ્નો બાબતે,
જીપીએફ ના હિસાબો સત્વરે આપવા
જુની પેન્શન યોજના અમલવારી કરવા
એસપીએલ મંજૂર કરવા
એચટાટ ના ઉચ્ચતર પગાર ધોરણ
બદલી ના નિયમો સત્વરે જાહેર કરવા એકમ કસોટી
ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરવા -પ્રસૃતિ રજાનો સમયગાળો કપાત ન ગણીને રિવાઇઝ કરવા

-સીઆરસી-બીઆરસીના પીટી એલાઉન્સમાં વધારો કરવા – એચટાટમાં વધુ થયેલાને પોતાની શાળામાં સંખ્યા વધતાં પરત મુકવા બાબત ના પ્રશ્નો ઝડપથી ઉકેલાય તે માટે જિલ્લા સંઘ ની ટીમ દ્વારા કટિબદ્ધતા દર્શાવવામાં આવી.

Comments (0)
Add Comment