વડગામ બી આર સી ભવન ખાતે ઉચ્ચતર પગાર ધોરણ ના હૂકમ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબ દ્વારા વડગામ તાલુકા નાં શિક્ષકો ને રૂબરૂ બોલાવી આપવામાં આવ્યા ,સફળ વહીવટકર્તા નુ ઉદાહરણ પૂરું પાડ્યું આ પ્રસંગે ટીપીઈઓ કલાબેન પટેલ ,બી આર સી શ્રી એમ.જે .બારડ સાહેબ ઉપસ્થિત રહ્યા . વડગામ તાલુકા ઘટક સંઘ ના આગેવાનો એ ઉચ્ચતર ના કેમ્પમાં હાજર રહી સહકાર આપ્યો હતો.
ઘટક સંઘે શિક્ષકો વતી થી હાજર રહી તાલુકાના પ્રશ્નો ના હલ માટે તત્પરતા દાખવી છે આ પ્રસંગે ખાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ નો આભાર માની ફૂલહાર,હાલ,સાફો અને તલવાર સાથે સન્માન કરવામાં આવ્યું.ઘટક સંઘ વડગામ માંથી પ્રમુખ શ્રી કનકસિંહ બારડ, જિલ્લા સંઘના ઉપપ્રમુખ શ્રી વાલુભાઈ ચૌધરી અને મહામંત્રી શ્રી હેમાભાઈ પરમાર હાજર રહ્યા હતા