પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર (વેરાવળ) પ્રાંગણમાં બંસીધર સ્ટુડિયો અને મિત્રો દ્વાર દર પાંચ વર્ષે ” લોકસંગીત -કલાવારસો એવોર્ડ – ૨૦૨૧ આયોજકો તરફથી ગુજરાતના કલાકારો નુ સન્માન સમારોહ નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં પાલનપુર ના રંગત રેકોર્ડિંગ સ્ટુડિયો ના શ્રી અમિત બારોટ નુ શ્રેષ્ઠ સંગીત કાર તરીકે એવોર્ડ ૨૦૨૧ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ દિગૅદશૅક તરીકે પાલનપુર ના શ્રી ફારુકભાઈ ગાયકવાડને પણ સન્માનિત કરવામાં આવ્યાં.
તેમાં કાર્યક્રમ ના અતિથિ વિશેષ તરીકે શ્રી સી.આર.પાટીલ સાહેબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહન આપ્યું.
આમ બન્ને કલાકાર મિત્રોએ બનાસકાંઠા તેમજ ઉતર ગુજરાત નુ ગૌરવ વધાર્યું છે.