સંતઆન્ના હાઈસ્કૂલ ડીસા માં ગાંધીજીની 152 મી જન્મ જયંતિ ની સુંદર ઉજવણી કરવામાં આવી

સંતઆન્ના શાળાના આચાર્યશ્રી સિસ્ટર એસ્તેર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. સિસ્ટર પ્રફુલા દ્વારા અગરબત્તી સળગાવવામાં આવી. શાળાના શિક્ષકશ્રી ઓ દ્વારા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ધોરણ ૬ થી ૮ ના બાળકો દ્વારા તૈયાર કરેલી કૃતિઓ જેમાં ગાંધીજી ના પ્રેરક પ્રસંગો અને જીવન ઝરમર વિશે સુંદર માહિતી આપવામાં આવી. ગાંધી જયંતિ નિમિત્તે શાળાની અંદર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા સુંદર ચિત્ર દોરવામાં આવ્યા. જે ચિત્રો દોરવામાં આવ્યા તેમાં ત્રણ વિજેતા નંબર આપવામાં આવ્યા હતા. શાળાના આચાયૉ શ્રી દ્વારા ગાંધીજીના જીવનના આદર્શો ને જીવનમાં ઉતારવા માટે જણાવ્યું.

Comments (0)
Add Comment