ઓનલાઇન શિક્ષક એવોર્ડ

૪ સપ્ટેમ્બર ૨૦૨૧ શ્રી સાંઈ ફાઉન્ડેશન મહારાષ્ટ્ર પુણે ના અધ્યક્ષ ડોક્ટર સંજય ભાઉ દ્વારા કોરોના મહામારી ની અંદર ઘરે બેસીને ઓનલાઇન શિક્ષણ પૂરું પાડી સતત બાળકોને પ્રવૃત્તિ કરાવતા આર. સી. મિશન શાળા વડતાલ ના મદદનીશ શિક્ષક શ્રીમાન શૈલેષ વાણીયા શૈલને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ઓનલાઈન શિક્ષક એવોર્ડ કોરોના વોરિયર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાત તથા શાળાનુંનામ તેઓએ રોશન કરેલું છે.આ પ્રસંગે રહાતલાય પ્રાથમિક શાળાના એચ ટાટ આચાર્ય શ્રીમાન આદરણીય મહેન્દ્ર વાણીયા તથા મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાનડોક્ટર ગુલાબ પટેલ દ્વારા શ્રી શૈલેષ વાણીયા શૈલ ને ટેલિફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Comments (0)
Add Comment