લાખણી તાલુકા ના તલાટી કમ મંત્રી આજે એક દિવસની માસ સી એલ ઉપર ઉતરેલ છે

અને ઓન લાઈનકામગીરીનો બહિષ્કાર કરેલ છે. તલાટી કેડરના પ્રશ્નોનો ઉકેલ ના આવે ત્યાં સુધી સુધી ઓન લાઈનકામગીરીનો બહિષ્કાર કરવાનું મંડળે એલાન કરેલ છે.

તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પડતર પ્રશ્નો અનેક વખત રજૂઆત કરવા છતાં ઉકેલ આવેલ નથી

પડતર માગણીઓમાં, પગાર ધોરણના પ્રશ્નો ,તલાટી કમ મંત્રી તથા રેવન્યુ મંત્રીઓને મર્જ કરવાની માંગણી, તલાટી ઉપર થતા હુમલા રોકવાની માગણી, તલાટી કમ મંત્રીનું નવું મહેકમ મંજુર કરી નવી ભરતી કરવા સહિતની માંગણીઓ રજુ કરેલ છે.

Comments (0)
Add Comment