દિયોદરના પાલડીમાં શૌચાલય કૌભાંડમાં 3 કર્મચારી સસ્પેન્ડ

  • 9 શૌચાલયોને બે વાર ચુકવણું,71 શૌચાલયો બેઇજ લાઈનમાં ન હોવા છતાં નાણાં ચૂકવાયા, 55 શૌચાલય બન્યા જ ન હોવા છતાં પેમેન્ટ ચુકવાયું હતું

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દિયોદર તાલુકાના પાલડી ગામમાં બનેલા શૌચાલયમાં ગેરરીતિ અંગેની તપાસ બાદ કૌભાંડમાં સામેલ 3 કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.જિલ્લામાં ડિસ્ટ્રિકટ કો-ઓર્ડીનેટરની ઢીલાશથી સમગ્ર જિલ્લામાં પરિસ્થિતિ વણસી હોવાનું સામે આવ્યું છે. પાલડી ગામમાં 9 શૌચાલયોનું બે વાર ચુકવણું કરાયું હતું, 71 શૌચાલયો બેઇજ લાઈનમાં ન હોવા છતાં નાણાં ચૂકવાયાં હતા. 55 શૌચાલય બન્યા જ ન હોવા છતાં પેમેન્ટ કરી દેવાયું હતું. પાલડી ગામમાં શૌચાલયના કૌભાંડ મામલે અરજી થયા બાદ તપાસ કરાવતા મસ મોટું કૌભાંડ સામે આવ્યું હતું.

કલસ્ટર કો.ઓર્ડિનેટર નિકુંજ શ્રીમાળીએ ખુલાસો કરીને તંત્રને જણાવ્યું હતું કે “9 કિસ્સામાં બેવડું ચુકવણું સખી મંડળ પાસેથી પરત મેળવીને રકમ જમા કરાવીશું. બેઝલાઈન સર્વેમાં સામેલ ન હોય તેવા 71 શૌચાલયના કિસ્સામાં લાભાર્થીઓ ખરેખર શૌચાલયથી વંચિત હતા અને ગામમાં તેની જરૂરીયાત હતી. જે તે વખતેના સરપંચના લેટરપેડ પર ઠરાવના સંદર્ભે શૌચાલયો મંજૂર કરી એકાઉન્ટ શાખામાંથી ચુકવણું થયું છે અને શૌચાલય બન્યા છે. 55 જેટલા શૌચાલયો બન્યા જ નથી.

તેમાં ખરેખર જે તે વખતે શૌચાલય બનેલા હતા. પરંતુ ત્યારબાદ 17 જેટલા શૌચાલયો તોડી નાખવામાં આવેલ હોવાનો ખુલાસો કર્યો હતો. જોકે ડીડીઓ સમગ્ર કૌભાંડમાં સામેલ અને ફરજમાં લાપરવાહી દાખવનાર ક્લસ્ટર ર્કોડીનેટર ઉપરાંત બ્લોક કોર્ડીનેટર અને ટેકનીકલ આસિસ્ટન્ટ ત્રણેય ને તાત્કાલિક અસરથી છુટા કરી દેવાનો હુકમ કર્યો હતો. સમગ્ર જિલ્લામાં ડિસ્ટ્રિકટ કો-ઓર્ડીનેટરની મીલીભગતથી તાલુકાના કર્મચારીઓને ભ્રષ્ટાચાર આચરવા માટે છૂટો દોર મળતો હોવાનું અરજદારે જણાવ્યું હતું.

આમને છુટા કરાયા
1.નિકુંજ ભાનુપ્રસાદ શ્રીમાળી-ક્લસ્ટર ર્કોડીનેટર તાલુકા પંચાયત કચેરી દિયોદર
2.કેતન એમ નાયક-બ્લોક કોર્ડિનેટર તાલુકા પંચાયત કચેરી દિયોદર
3.બ્રિજેશ ભરતભાઈ પ્રજાપતિ-ટેકનીકલ આસિસ્ટન્ટ તાલુકા પંચાયત કચેરી દિયોદર

Comments (0)
Add Comment