ડીસામાં એક દુકાનમાંથી 3 લાખના ટાયર ચોરાયા, ચોર CCTV કેમેરામાં થયા કૈદ

ડીસાના આરટીઓ ચાર રસ્તા પર આવેલી પ્રકાશ ટાયર્સ સર્વિસ નામની દુકાનમાંથી બુધવારે રાત્રે તસ્કરોએ રૂપિયા બે થી ત્રણ લાખની કિંમતના મોટર સાયકલ તેમજ ગાડીઓના ટાયર ચોરી જતાં ચકચાર મચી જવા પામી છે. ડીસાના આખોલ ચાર રસ્તા નજીક આવેલી પ્રકાશ ટાયર્સ સર્વિસ નામની દુકાનને તસ્કરોએ બુધવારની રાત્રીએ નિશાન બનાવી દુકાનમાંથી અંદાજીત બે થી ત્રણ લાખની કિંમતના બાઇક અને ગાડીઓના નવા ટાયરોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

જે બાદ આ ચોરીની ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં તેઓ દ્વારા તાત્કાલિક પ્રકાશ ટાયરના માલિકને જાણ કરવામાં આવી હતી. જેથી માલિક દુકાને આવી તપાસ કરતા પોતાની દુકાનમાંથી લાખો રૂપિયાના ટાયરની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આ સમગ્ર ચોરીની ઘટના દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. ટાયરની દુકાનના માલિક પ્રકાશભાઈ ઠક્કરે ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

Comments (0)
Add Comment