વિવેક એગ્રો ઈન્ડસ્ટ્રીઝ પાલનપુર દ્વારા એક ગ્રાહક ને ઈયળો યુક્ત આટાની બેગો પધરાવી દેવામાં આવી…………… લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં મીલ માલિકો પર ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની રહેમ નઝર કેમ?????

સરકાર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તે માટે કાયદા કાનૂન બનાવવામાં આવે છે પરંતુ કેટલાક માલેતુજાર મીલ માલિકો આગળ આ કાયદા વામણા સાબિત થતાં હોય તેવી ઘટના વડગામ તાલુકાના નળાસર ગામે સામે આવી હતી જવાનજી ઠાકોર નાના એક પ્રાઈવેટ હોટલ માલિક એ પોતાની હોટલ માટે વિવેક એગ્રો ઈન્ડસ્ટ્રીઝ પાસે થી ગયા મહિને આટાની બેગ લીધી હતી જેનો બેચ નંબર 008 હતો અને પેકિંગ ડેટ 30/08/2021 હતી અને તેની કિંમત 750 રૂપિયા લખેલી હતી જે 25 કિલો ની બેગ હતી પરંતુ તેને ખોલતાં અંદર થી ઈયળ તેમજ ધનેરીયા નીકળ્યા હતા જેની જાણ મીલ માલિક ને કરતાં તેને આ વાત ને ઢાંક પીછાડો કરી અને બેગ પાછી લેવાનું જણાવ્યું હતું પરંતુ ચાર પાંચ દિવસ સુધી આ બેગ ન લઈ જતાં જવાનજી ઠાકોર એ સમગ્ર મામલે મિડિયા ને જાણ કરી હતી અને મિલ માલિક પર આરોગ્ય સાથે ચેડા કરવા બદલ કાયદેસર ની કાર્યવાહી કરાવવા બાયો ખેચી હતી.

વિવેક એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ના જવાબદાર વ્યક્તિ ધવલ ગૌસ્વામી ને આ બાબતે પુછપરછ કરતાં તેઓ આગબબુલા થઇ ગયા હતા અને વરસાદ માં પલડવા થી આવું થયું હોવાનું જણાવ્યું હતું કંપની દ્વારા આ ગ્રાહક ને 30/0802021 ના રોજ માલ આપ્યો હોવાનું પણ કબુલ્યું હતું અને બેગ પર મોટા નોટિફિકેશન આપવામાં આવેલું છે કે એક મહિનામાં યુઝ કરી લેવો તેમ છતાં એક જ મહિના માં ખાવા યુક્ત લોટ માં જીવાત પડી જતી હોય તો આ કંપની ની ક્વોલિટી પર ઘણાં પ્રશ્ર્નો ઉઠે છે શું તમામ ગ્રાહકોને આ પ્રમાણે જ લોટ પધરાવી દેતા હશે????લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં લોકો પર જવાબદાર તંત્ર પગલાં ભરશે ખરાં????

Comments (0)
Add Comment