રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડીમાં બાળકો ને ફળ વિતરણ કરાયું

મોરવાડા તાલુકો ભાભરના વતની એવા શ્રી વિજયભાઈ વજેરામભાઇ કોટક પરિવાર દ્વારા તેમના પિતાશ્રી સ્વ. વજેરામભાઈ મંગળજી ભાઈ કોટક ની શ્રાદ્ધ તિથિ નિમિત્તે શાળાના ધોરણ ૯ થી ૧૨ ના કુલ ૪૫૦ જેટલા ભાઈ બહેનો અને સ્ટાફ ને ફળાહાર વિતરણ કરવામાં આવ્યું હતું…

ઉલ્લેખનીય છે કે દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ સંસ્થા માં અભ્યાસ કરતા બાળકો માં ૯૦ ટકા બાળકો આદિજાતિ સમાજ ના છે..જ્યારે બાકીના બાળકો પણ આર્થિક રીત નબળા પરિવારના છે..આવા જરૂરીયાત માંડ બાળકો સુધી છેક પાલનપુરથી લાગણી દર્શાવી ને સમયાંતરે કોઈ ને કોઈ પ્રકારે મદદ પહોચાડવા બદલ શાળા ના આચાર્ય શ્રી ડૉ.રાકેશ કે.પ્રજાપતિ એ શ્રી વિજયભાઈ કોટક અને તેમના પરિવાર નો તેમજ શાળા સુધી દાતાઓને પહોચાડનાર એવા જાગૃતિ વિદ્યાલય, ડાવસ નો શાળા પરિવાર અને મંડળ વટી હૃદય પૂર્વક આભાર માન્યો હતો…

Comments (0)
Add Comment