થરાદ તાલુકાના કોઠીગામ ગામમાં આંગણવાડી દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસ ને પોષણમાસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમ દ્વારા સગર્ભા તેમજ ધાત્રી માતા ઓ અને કિશોરીઓ ને પોષણક્ષમ આહાર તેમજ સગર્ભા સ્ત્રીઓ પોતાના બાળકને સારી રીતે પોષણક્ષમ બનાવી શકે તે માટે કોઠીગામ વિવિધ પ્રકારની પોષણક્ષમ કીટનુ વિતરણ કરવામાં આવ્યું તથા તેના વિશે થરાદ .સી.ડી .પી. ઓ હરીબેન ચૌધરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન થરાદ પોલીસ અધિક્ષક .. પુજા બેન યાદવ દ્વારા સ્ત્રી ઓ સક્ષમ બને તથા કિશોરીઓ ને શિક્ષણ વિશે સમજાવ્યું હતું તથા આ કાર્યક્રમ માં ફિલ્ડ સુપર વાઈઝર અરૂણાબેન ચૌધરી તથા ગામના પુર્વ સરપંચ રવજીભાઈ પટેલ તથા સરપંચ વેજીબેન પટેલ તથા ડેલિકટ તથા ડેરી મંત્રી વનાભાઇ પટેલ તથા શાલા ના આચાર્ય .જે.એમ.આશલ તથા ગામના લોકો અને ગામના આગેવાનો તથા આંગણવાડી કાર્યકરો તથા આશા વર્કર તથા યુવાનો હાજર રહ્યા હતા તથા આંગણવાડી નો વિકાસ થાય તે માટે ગામ ના દાતાશ્રીઓ દ્વારા લોકફાળો પણ આપ્યો હતો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ગામ ના ઉત્સાહી યુવાન તેમજ ડેલિકેટ તેમજ ડેરી મંત્રી વનાભાઇ પટેલ તથા રતનશી ભાઈ પટેલ નો સહયોગ આપ્યો હતો….