દૈયપ ના દિવ્યાગ અરજદાર ને માનસિક ત્રાસ અને ધમકીઓ આપતા સરપંચ પતિ ના મળતીયા માથાભારે તત્વો વિરોધ એસ.પી સાહેબ ને લેખિત રજુઆત
દૈયપ ગામે ગૌચર અને ગામતળ ભૂમિ ના પૂર્વ સરપંચ સહિત અન્ય માથાભારે તત્વો ના જાહેર દબાણો હટાવવાના બાબતે બે બે વર્ષ થી ઝઝુમતા દિવ્યાગ અરજદાર ને રજુઆતો નો પૂર્વગ્રહ રાખી કલેકટર શ્રી બનાસકાંઠા ના વારંવાર કડક આદેશ છતાંય દબાણદારો ના દબાણો ન હટાવી ઉપર થી દિવ્યાગ અરજદાર ની વારંવાર પજવણી કરતાં સરપંચ પતિ પી ડી ગઢવી અને હેરાનકરવાની માનસિકતા વાળા એમના કેટલાક મળતીયાઓ વિરોધ માવસરી પોલીસ ચોકી થી માંડી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બનાસકાંઠા ને દિવ્યાગ અરજદારે લેખિત ફરીયાદ કરી છે…
સાપડતી માહિતી મુજબ દૈયપ ના દિવ્યાગ અરજદાર કરશનભાઈ રાજપૂત બન્ને પગે દિવ્યાગ હોવા છતાં ખરા લોક સેવક ની ઉમદા છાપ ધરાવે છે પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા હોઇ લોક મુશ્કેલીઓ વિટંબણાઓ ના સમાચાર અન્ય અખબારો માં પ્રસિધ્ધ કરાવી ઉકેલ ની દિશામાં કામગીરી કરી રહ્યા છે સાથે સાથે દૈયપ ગામે ગૌચર અને ગામતળની જમીન ના માથાભારે ભૂમાફિયા તત્વો ના જાહેર દબાણો હટાવવા છેલ્લા બે બે વર્ષ થી ઝઝુમી રહેલ છે ત્યારે દૈયપ ગ્રુપ ગ્રામ પંચાયત નો વહીવટ શંભાળતા માથાભારે રાજકિય વગધારી સરપંચ પતિ પી ડી ગઢવી ખુદ દબાણદાર હોઇ કલેકટર શ્રી બનાસકાંઠા ના વારંવાર કડક આદેશ છતાં દબાણો ન હટાવતાં હોઇ આ અરજદારે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ને લેખિત રજુઆત કરતાં દબાણો નો મુદો હવે વધારે વિવાદાસ્પદ બનતો જાય છે હવે દબાણો હટવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ચોર ઉઠીને કોટવાલ ને દંડે એમ દબાણો ની રજુઆતો નો પૂર્વે ગ્રહ રાખી ખુદ દબાણદારો છે એવા હેરાનકરવાની માનસિકતા વાળા કેટલાક સરપંચ પતિ પી ડી ગઢવી ના મળતીયા માથાભારે તત્વો એ અગાઉ પંચાયત પાસે તદ્દન ખોટી બોગસ નોટીસ ફટકારાવી આ દિવ્યાગ અરજદારે સરકારે ધંધા રોજગાર માટે ફાળવેલી જમીન ઉપર બનાવેલી સામાન્ય ઓરડી તોડાવી પાડી રોફ જમાવ્યો હતો ત્યાર બાદ પણ આ તત્વો ને સરપંચ પતિ નો સ્પોટ હોઇ નિરંતર પજવણીઓ શરૂ રહેતા તેમજ હવે થી લખવું રહેવા દે નહિતર ભારે પડશે એવી ધાક ધમકીઓ મળતા ત્રાસ નો ભોગ બનેલા આ દિવ્યાગ અરજદારે તાજેતરમાં માવસરી પોલીસ સ્ટેશન થી માડીને મદદનિસ પોલીસ અધિક્ષક થરાદ તેમજ જિલ્લા ના નિષ્ઠાવાન ડીએસપી શ્રી સુધી લેખિત રજુઆત કરેલ છે અત્રે નોધનિય છે કે આ ઇસમો સરપંચ પતિ પી ડી ગઢવી ના મળતીયા અને હેરાનકરવાની માનસિકતા વાળા માથાભારે તત્વો હોઇ લોકો અહિત થવાના ડરથી આ દિવ્યાગ ને ખુલ્લો જાહેર સ્પોર્ટ કરી શકતા નથીં સગાભાઇઓ ખુદ દબાણદારો હોઇ સરપંચ પતિ ગઢવીની તરફેણમાં હોઇ આ તત્વો વધારે બેકાબુ બનતા આ દિવ્યાગ અરજદારે ની હાલત “જાય તો જાય કહા” જેમ કફોડી બનતા હતોત્સાહ થતાં આખરે ના છુટકે તાજેતરમાં ઉચ્ચ સ્તરે રજુઆતો કરી છે ત્યારે જેમની કર્તવ્ય પરાયણતા દિપી ઉઠી છે એવા નિષ્ઠાવાન જિલ્લા પોલીસ વડા માથાભારે રાજકિય વગધારી સરપંચ પતિ પી ડી ગઢવી સહિત હેરાન કરનાર માથાભારે તત્વો ને કાયદા નું ભાન કરાવે એવો સમય નો પોકાર છે…