ભારતીય કિસાન સંઘ નખત્રાણા દ્વારા મામલતદારને અપાયું આવેદન
નખત્રાણા.. હાલ પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકામાં વરસાદ લંબાઈ જતા નખત્રાણા તાલુકાના ખેડૂતોની માઠી દશા બેઠી છે ધાર્યા મુજબ વરસાદ ન વરસતાં ખેતરોમાં ઊભેલો પાક સુકાઈ જતા ચોમાસુ પાક નિષ્ફળ જવા પામયુ છે જેની વળતર સહાય રૂપે આર્થિક મદદ માટે સહાય ચૂકવવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે જેમાંથી નખત્રાણા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક વળતર માટે નખત્રાણા મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને દુષ્કાળના સમયમાં આર્થિક મદદ કરવાના ઉદ્દેશ સાથે તારીખ 11 6 2021 ના ઠરાવ મુજબ મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે જેની જોગવાઈ મુજબ અસરગ્રસ્ત તાલુકા ના ખેડૂતો આર્થિક વળતર મેળવવા હકદાર બને છે નખત્રાણા તાલુકાના મોટાભાગના ખેડૂતો વરસાદ આધારીત ખેતી કરે છે ચાલુ સાલે લાંબા સમયથી વરસાદ ખેંચાઈ જતા મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે જે માટે જોગવાઇ મુજબ અનાવૃષ્ટિ મુજબ બે વરસાદ વચ્ચે ના 28 દિવસથી વધુ સમય થઈ ગયો હોય ખેડૂતોને આર્થિક સહાયની જોગવાઇ કરવામાં આવેલ છે તે માટે નખત્રાણા તાલુકામાં તારીખ 30 7 2021 થી તારીખ 30 8 2021સુધી વરસાદ પડ્યો નથી આંમ વરસાદ વચ્ચે એક માસ જેટલો સમય થઈ ગયો છે આવું થતાં મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે આ સંજોગોમાં મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના માંથી નખત્રાણા તાલુકાના ખેડૂતોને આર્થિક સહાય મળવી જોઈએ એવું નખત્રાણા કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવાયું હતું નખત્રાણા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રાણલાલ ભાઈ રામજીયાણી તાલુકા મંત્રી જગદીશભાઈ લીંબાણી તાલુકા મંત્રી શાંતિલાલ નાયાણી તાલુકા ઉપપ્રમુખ શિવદાસ ભાઈ કેશરાણી જીલ્લા મહામંત્રી વાલજીભાઈ લીંબાણી તેમજ તાલુકાના ૨૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા