ડીસામાં બનાસ નદીના પુલ નીચેથી યુવકની લાશ મળી

ડીસાની બનાસ નદીના પુલ નીચેથી મંગળવારે વધુ એક અજાણ્યા યુવકની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળતા ચકચાર સાથે અરેરાટી મચી જવા પામી છે. યુવકની હત્યા- આપઘાત કે અન્ય રીતે મોત થયું ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

ડીસા બનાસ નદીના પુલ નીચેથી થોડા દિવસ અગાઉ રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા એક યુવકની લાશ મળી આવી હતી. જ્યારે મંગળવારે પુલ નીચે નદીના પટમાંથી વધુ એક યુવકની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ પડી હોવાની જાણ ડીસા તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જોકે લાશ તદ્દન કહોવાઈને સડી ગઈ હોવાથી ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી તેમજ યુવકનું મૃત્યુ પણ અનેક દિવસ અગાઉ થયું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. યુવકની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ કે અન્ય રીતે તેનું મોત થયું તે પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે. પોલીસે વાલીવારસોની શોધખોળ માટે તપાસ હાથ ધરી છે.

Comments (0)
Add Comment